ગતરોજ છાણી ગુરુદ્વારા સામેના રસ્તેથી કરોડિયા તરફ જતા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક આજે એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી. તપાસમાં હાથીખાના વિસ્તારમાં રહેતા બે મિત્રો વચ્ચે પૈસાની લેવડદેવડ બાબતે તકરાર થતાં એક મિત્રએ રૃપિયા નહિં ચૂકવવા માટે બીજા મિત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. છાણી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હાથીખાનાના મોહંમદ ઝાકીર,તેના પુત્ર અને તેના પુત્રના મિત્રને ઝડપી પાડયા છે. તેમજ મૃતકના દાગીનાની પણ લૂંટ થઇ હોવાની વિગતો ખૂલતાં પોલીસે ખૂનની સાથે લૂંટની પણ કલમો ઉમેરી છે.