કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં હિસ્સો આપવા માટે રૂ.100 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવા ની મંજૂરી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ આપી હતી ત્યાર બાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેક્ટ્રોનિક બિડીંગ કરવામાં આવતા સંસ્થાગત બોન્ડમાં 44 સરકારી અને ખાનગી ઉદ્યોગો નાણાકીય સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેથી રૂપિયા સો કરોડની કિંમતના બોન્ડ સામે દસ ગણી વધુ રકમ માત્ર એક કલાકમાં જ ભરાઈ ગઈ હતી સેબી એ મંજૂરી આપ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જેટલી ખાનગી અને સરકારી કંપનીઓ તથા નાણાકીય સંસ્થાઓ ના મુખ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને કોર્પોરેશનના બોન્ડ માં નાણાં રોકવા અપીલ કરી હતી.