વડોદરા શહેરમાં બેખૌફ તસ્કરો પ્રતિદિન ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આ વચ્ચે શહેરના ઉંડેરા વિસ્તારની પુષ્પગ્રીન સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ ભયનો માહોલ ફેલાવ્યો હતો. સોસાયટીમાં અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કરે છે. વધુ ત્રણ મકાનોમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.