વાઘોડિયા રોડ પર કલાદર્શન નજીક ચીમનપાર્ક સોસાયટી બહાર 70 વર્ષ જૂની ભાથીજી મહારાજની દેરી તોડવાના વિવાદમાં રહીશોનો મોરચો પાલિકામાં પહોંચ્યો હતો. મેયરે ત્યાં જ દેરી બનાવી આપવાની ખાતરી આપી હતી. જેને લઈને સ્થાનિકો અને હિન્દુ સંગઠન દ્વારા ફટાકડા ફોડી ખુશ વ્યક્ત કરી મંદિરની જગ્યાએ દીપ પ્રગટાવી પૂજા અર્ચન કર્યું હતું.