વડોદરાની સયાજીગંજ બેઠકના ધારાસભ્ય કેયુર રોકડીયાના પ્રયાસોથી સયાજીગંજ વિધાનસભા ભાજપના કાર્યકર્તાઓ માટે આર્ટિકલ 370 ફિલ્મ નિહાળવા ખાસ શો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રંજનભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીર દેશનો અભિન્ન અંગ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પ્રયાસોથી આર્ટિકલ 370 રદ્દ કરવી શક્ય બની છે. આ ફિલ્મમાં દેશભક્તિ ,રાજનીતિ ,લાગણીનો ત્રિવેણી સંગમ છે. આ આયોજનનો હેતુ લોકો આ બાબતને સમજે અને પ્રચાર પ્રસાર થાય તેવો છે.