વડોદરા શહેરના આજવા રોડ લેપ્રસી ગ્રાઉન્ડ નજીક મુખ્ય માર્ગની વચ્ચે ડિવાઇડરમાં કોઈક કારણોસર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા 11 ફૂટ જેટલો ઉંચો ફુવારો ઉછળ્યો હતો. જેના કારણે પીવાના પાણીના વેડફાટ સાથે માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં હતા. ઘટનાની જાણ થતા કોર્પોરેશન વિભાગે પાણી બંધ કરાવી સમારકામ હાથ ધર્યું હતું.