ગતમોડી રાત્રે તરસાલી નજીક હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટનામાં એક પરિવારનો માળો વિખેરાય ગયો છે. પાર્ક ટ્રકની પાછળ કાર ઘુસી જતા કર્મ સવાર એક જ પરિવારના 6 પૈકી 5 ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અને માત્ર પરિવારની 4 વર્ષીય બાળકી જીવિત રહી છે. આ ગંભીર અકસ્માત બાદ પોલીસે જણાવ્યું છે કે ,આ ઘટનામાં ટ્રક ચાલકની બેદરકારી છે. હાઇવે પર આ પ્રકારે આડેધડ ઉભા રહેતા વાહનચાલકો સામે ઝુંબેશ થકી કાર્યવાહી કરીશું. તથા વાહનચાલકોમાં જાગૃતતાના પ્રયાસો થશે.