સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ,વોર્ડ નંબર 19ના કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયા અને મિત્રો હાઇવે પર લક્કી હોટલમાં મોડી રાત્રે જમવા ગયા હતા. ત્યાં જમતા જમતા તેઓનો એક મિત્ર બહારથી બોટલ લઇ ટેબલ પર આવ્યો હતો. ત્યારે બોટલ જોઇને હોટલના સ્ટાફે તેઓને રોક્યા હતા. સ્ટાફ ટેબલ નીચે મુકેલી બોટલ હાથમાં લઇ ત્યાંથી જઈ રહ્યો હતો. તે સમયે અલ્પેશ લિંબાચિયા અને અન્ય મિત્રો ગુસ્સે ભરાયા હતા. તેઓએ માલિક અને સ્ટાફ સાથે ઝપાઝપી કરી બંને પક્ષે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું જેના સીસીટીવી વાઈરલ થયા છે. જો કે, તપાસ બાદ ચોક્કસ હકીકત બહાર આવશે. તો બીજી તરફ આ ઘટનાને અલ્પેશ લિંબાચિયાએ પોલિટિકલી બદનામ કરવાનું ષડયંત્ર જણાવ્યું છે