સુરત શહેરના વરાછા વિસ્તારમાં રૂ.76 હજારના દાગીના ચોરી કેસમાં પાડોશી મહિલા દ્વારા જ આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. મહિલાએ સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પુત્રની એક લાખની ફી ભરવા માટે ચોરી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેથી વરાછા પોલીસે પાડોશી મહિલા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, ફરિયાદી 27મી ફેબ્રુઆરીએ અમદાવાદ ગયા હતા. તે સમયે ફ્લેટમાંથી રોકડા અને સોનાની ચૈન ચોરી થઇ હતી