સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને મુંબઈમાં જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ પરીક્ષામાં નાપાસ થવાના તણાવમાં આવીને મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધી આત્મહત્યા કરી હતી. પોલીસને યુવતીની લખેલી સુસાઇડ નોટ મળી છે. જેમાં તેણે પરીક્ષામાં ફેલ થઈ હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું લખ્યું છે. યુવતી સુરતમાં સ્ટેટ સાર્વજનિક કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અડાજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફિલ્મની જેમ મોઢા પર લોકિંગ સિસ્ટમ વાળી થેલી પહેરી પોતાના જ હાથ લોકિંગ પટ્ટી વડે બાંધી આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં જણાય છે