આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આજે સરથાણા વિસ્તારની એક લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ જમીન પર બેસીને વાંચન કરી રહ્યા છે. સુરત પાલિકા નું 8800 કરોડ કરતા પણ વધુનું બજેટ આ વર્ષે પાસ થયું છે. પરંતુ આ દ્રશ્યો પરથી એવું ફલિત થાય છે કે ભાજપ શાસકો છાત્રોના શિક્ષણ બાબતે ઉદાસીન છે. વાંચનાલયમાં બેઠક વ્યવસ્થા સાથે જગ્યા પણ ઓછી જણાય છે