શહેરના ન્યુ અલકાપુરી વિસ્તારમાં બે દિવસ અગાઉ રાત્રીના સમયે અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં સ્પોર્ટ્સ બાઈક અને મોપેડ વચ્ચે અકસ્માત થતા મોપેડ ચાલક યુવતીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી. તેમજ ઇજા પામનાર યુવતીના પરિજનોએ બાઈક ચાલક સામે કાર્યવાહીની માંગ કરી હતી. બનાવ સંદર્ભે લક્ષ્મીપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.