આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા લઇને નીકળ્યા છે. ત્યારે ભારત જોડો ન્યાયયાત્રા હાલ ગુજરાતમાં ચાલી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા લઇને ખાંડીવાવ ખાતે આવી પહોંચ્યા હતા અને રાત્રી રોકાણ કર્યું હતું. આજે સવારે ગુજરાતના ધારાસભ્યો સાથે મિટિંગ કરી બોડેલીથી ન્યાયયાત્રા નીકળી નસવાડી પહોંચી હતી. આદિવાસી મહિલાઓ પરંપરાગત નૃત્ય કરી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું 70 સામાજિક સંગઠનો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે.ખેડૂતો, આદિવાસી અને દલિતના મુદ્દા પર કામ કરતાં એક્ટિવીસ્ટ પણ જોડાશે.