વડોદરા શહેરના છેવાળે આવેલ સોનારકુઇ ગામ અવારનવાર અકસ્માતના કારણે હાલ ચર્ચાના એરણે છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. નિંદ્રાધીન તંત્રના કારણે પાછલા સપ્તાહની ગણતરીએ આ અકસ્માતની ત્રીજી ઘટના છે. કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાતા કારને નુકશાન પહોંચ્યું હતું. જયારે ચાલકનો માંડ બચાવ થયો હતો. આ માર્ગ ઉપર તંત્રના પાપે જરૂરી સુવિધા સુરક્ષાનો અભાવ જોવા મળ્યો છે.