શહેરના કાપોદ્રા વિસ્તારમાં થયેલ લાખો રૂપિયાના મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ટીમને અમર વિજય ખરાટને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ તસ્કર પોતાના સાગરીત સાથે નવસારી ખાતે રૂમ ભાડે રાખી મોબાઈલ શોપની રેકી કરી એક લાખની રોકડ સાથે 28 લાખથી વધુના મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.