મળતી માહિતી મુજબ સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હીરાણીએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી, આ પોસ્ટ દૂર કરવા કહેવા માટે સ્ક્રેપનો વેપાર કરતા ભાજપના લઘુમતી મોર્ચાના મહામંત્રી 50 વર્ષીય સલીમભાઈ બગાડિયા ગયા હતા. જો કે પોસ્ટને ડિલિટ કરવાનું કહેતા બંને વચ્ચે ઉગ્રબોલાચાલી થઇ હતી અને ત્યારબાદ આ મામલે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભાજપ નેતાન સલીમ બગડિયાને માર માર્યો હતો. જેના પગલે સલીમ બગડિયાનું મોત નિપજ્યું છે. આ અંગે ભેસ્તાન પોલીસે સસ્પેન્ડેડ એએસઆઈ સામે ગુનો નોંધ્યો છે. રોનક હીરાણીએ મૃતકના વેવાણ બાબતે વિવાદિત પોસ્ટ મૂકી હતી.