વડોદરા ક્રિકેટ એસોસિએશન દ્વારા હાલોલ જવાના રસ્તા પર કોટંબી ખાતે લગભગ ૨૦૦ કરોડ રુપિયાના બની રહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ માટે નર્મદા નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવશે. જે માટે ૧૧ કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મોટાભાગના સ્ટેડિયમ પાણીની જરુરિયાત માટે ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે ત્યારે કોટંબી સ્ટેડિયમ નર્મદાના પાણીનો ઉપયોગ કરનાર ગુજરાતનુ પહેલુ સ્ટેડિયમ બનશે. બરોડા ક્રિકેટ એસોસિયેશનની એપેક્ષ કાઉન્સિલની બેઠકમાં કોટંબી સ્ટેડિયમના વીમા અંગે વિવિધ કંપનીઓ પાસે ક્વોટેશન મગાવાયા હોવાની પણ ચર્ચા થઇ હતી.