આગામી લોકસભાની ચૂંટણીને લઈને વાહિટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, આ ઉપરાંત CAA એકટ લાગુ થતા પોલીસ એક્શન મોડમાં આવી છે. અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ સજ્જ બની છે . જે અન્વયે લોકસભા ચૂંટણી પૂર્વે વડોદરા શહેરમાં BSFની ટુકડીઓ આવી પહોંચતા રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં સ્થાનિક પોલીસ અધિકારી , સ્કવોડના જવાનો અને બીએસએફના જવાનોએ ફલેગ માર્ચ યોજી ફૂટ પેટ્રોલિંગ કર્યુ હતું.