શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ કોર્પોરેશન સંચાલિત ગાર્ડનમાં રમવા ગયેલા 3 વર્ષના બાળકની આંગળી કપાઈ ગઈ છે. આ બાળક લપસણી ખાઈ રહ્યું હતું તે સમયે લપસણીના કાણામાં ડાબા પગની આંગળી ફસાઈ ગઈ હતી અને તે સમયે જ તેની આંગળી કપાઈ ગઈ હતી. બાળક ઇજાગ્રસ્ત થતાં તેના પિતા તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટેરે કહ્યું કે, હવે સર્જરી કરીને બાળકની આંગળી જોઇન્ટ થઈ શકે તેમ નથી. તો બીજી મનપાના ગાર્ડનની લપસણીમાં કાણાં હોવાથી બાળકના પિતાએ જવાબદાર અધિકારીને બેદરકારી ગણીને આક્ષેપ કર્યા હતા.