હેરિટેજ વડોદરાની આગવી ઓળખ પુનઃ પ્રસ્થાપિત કરવા ટીમ વડોદરાના પ્રણેતા વિધાનસભાના દંડકે પ્રયત્ન શરૂ કર્યા છે. જેના ભાગરૂપે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે ની દરખાસ્ત ટૂંક સમયમાં સ્થાયી સમિતિમાં રજૂ થશે તેમ જાણવા મળે છે. તોડી નાખ્યા પછીના સમયમાં વેપારીઓ ને મુશ્કેલી પડે નહીં અને વ્યાપાર ધંધા વ્યવસ્થિત રીતે ચાલુ રહે તે માટે હંગામી ધોરણે પતરાના શેડ લગાવીને વ્યાપારીઓને કોર્પોરેશન મદદરૂપ બનશે તેમ પણ જાણવા મળે છે. ગાંધીનગર ગૃહ પરથી ઉભા રહીને ન્યાય મંદિરની ઘડિયાળ માં સમય જોઈ શકાતો હતો તે ફરીથી જોઈ શકાશે સાથે ધાર્મિક સ્થાન પણ નડતરરૂપ બનશે તે અંગે વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તે જોવાનું રહે છે.