સ્વચ્છ સર્વેક્ષણમાં પાછળ ધકેલાયા બાદ પાલિકાના અધિકારીઓએ શહેરને સ્વચ્છ બનાવવા બીડું ઝડપ્યું છે. જાહેરમાં ગંદકી કરતાં તત્ત્વોને દંડ ફટકારી દુકાન સીલ કરવાની કાર્યવાહી બાદ હવે કચરો નાખનાર પાસે સફાઈ કરાવવાની કડક સજા અપાઈ રહી છે. અટલાદરામાં કચરો નાખી નાળાનું પાણી રોકનાર લારીધારક પાસે ઝાડુ વડે સફાઈ કરાવાઈ છે. બ્રહ્માકુમારી સામે ચાની કિટલી ચલાવતા વેપારી નજીકમાંથી પસાર થતાં નાળામાં રોજ કચરો નાખતાે હતાે, તેના કારણે નાળામાંથી પસાર થતું પાણી રોકાઈ રહ્યું હતું.