શહેરના હાર્દ સમા ન્યાય મંદિર વિસ્તારમાં આવેલી વર્ષો જૂના પદ્માવતી શોપિંગ સેન્ટરને દૂર કરવાનો સ્થાયી સમિતીમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરાયા બાદ સુરસાગર, મ્યુઝીક કોલેજ, લાલ કોર્ટ અને ગાંધીનગર વિસ્તારને હેરીટેઝ સ્ક્વેર તરીકે વિકસાવવામાં આવશે. પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને હાલ સયાજીનગર ગૃહની બાજુમાં પતરાંના શેડ બનાવી આપીને વ્યવસ્થા કરી આપવામાં આવશે.