તાજેતરમાં વડોદરા શહેરમાં તંત્રની લાપરવાહીના કારણે હરણી નૌકાવિહાર દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના દર્દનાક મોતની ઘટના હજુ વિસરાઈ નથી ત્યાં , વધુ એક ચિંતાજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્કૂલવાનનો દરવાજો ખુલ્લો હોય જો આ સમયે પસાર થતા જાગૃત નાગરિકે આ ગંભીર બેદરકારીના વીડિયો રેકોર્ડિંગ સાથે ચાલકનું ધ્યાન ન દોર્યું હોત તો મોટી દુર્ઘટનાની ભીતિ હતી. આ વિડીયો પ્રાથમિક તબ્બકે વડોદરા શહેરનો હોવાનું જાણવા મળે છે. અત્રે નોંધનીય છે કે, આ જ પ્રકારે અન્ય સ્કૂલવાનોમાં પણ ખીચોખીચ બાળકો બેસાડવામાં આવે છે. તેમજ ફર્સ્ટ એઇડનો પણ અભાવ હોય છે. ખાસ કરીને , બાળકોને ગંતવ્ય સ્થળે પહોંચાડવા સ્કૂલવાનની ઝડપ પણ વધારે રહે છે. અને આ સમગ્ર બાબતથી તંત્ર માહિતગાર હોવા છતાં આંખઆડા કાન કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે