વડોદરા શહેરમાં છાશવારે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીનો કકળાટ સર્જાવવાની સાથે પ્રજાના નાણાંનો વેડફાટ અને પાલિકાનો સમય વ્યય થઇ રહ્યો છે. કારણકે, આજે પણ મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ માળખાકીય સુવિધા વર્ષો જૂની છે. તેવામાં આજવા રોડ પર તાજેતરમાં સર્જાયેલ પાણીની લાઈનમાં ભંગાણના સ્થળે જ ફરી ભંગાણ સર્જાતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા પીવાના શુદ્ધ પાણીનો વ્યય થયો હતો