સુરત કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા મતદાર વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે માહિતી આપી હતી. લોકસભાની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા વિધિવત ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે, ત્યારે મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ છે. આ ઉપરાંત ચૂંટણીલક્ષી ફરિયાદ માટે નંબર પણ જાહેર કરાયો છે