ભારે વરસાદના કારણે જળાશયો છલકાતા અમદાવાદની સાબરમતી નદીમાં નવા નીરની આવક થવા પામી છે. તો બીજી તરફ અચાનક પાણીનો પ્રવાહ વધતા શહેરીજનોમાં ચિંતા વા મળી હતી. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણીની આવક છે. જેથી સુરક્ષાને ધ્યાને રાખીને ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરવાનો AMCએ નિર્ણય લીધો છે.