135- સાવલી વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય કેતન.એમ.ઇનામદાર ગુજરાત વિધાનસભા અધ્યક્ષને ઈ-મેઈલ કરી પોતાનું રાજીનામુ આપ્યું છે. જેમાં કહ્યું છે કે, મારા અંતર આત્મા માન આપી આ નિર્ણય લીધો છે. તદુપરાંત મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું કે, હું ભાજપનો સામાન્ય કાર્યકર્તા છું સાથે મતદાતાઓ અને કાર્યકર્તાઓ સાથે પારિવારિક સબંધ છે. પરિવારનું કદ વધારવાના નિર્ણયને આવકારું છું. પરંતુ પાયાના કાર્યકર્તાઓનું માન સન્માન જળવાવવું પણ જરૂરી છે. દૂધમાં સાકર ભળે તેમ તમામને સાથે રાખી પક્ષે નિર્ણય કરવો જોઈએ.