અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો- ૨૦૨૩* અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રતિદિન ૩,૦૦,૦૦૦ લાખ પેકેટ બનાવવામાં આવશે. યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર મેળા દરમિયાન ૪૦ લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન છે