સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એક વખત રાજીનામુ ધરી દીધું હતું. ત્યારબાદ પ્રદેશ સ્તરે જાણ થતા ગાંધીનગર સીઆર પાટિલના નિવાસ સ્થાને બેઠક મળી હતી. અને બંધ બારણાની બેઠકમાં ચર્ચા બાદ કેતન ઇનામદારે કહ્યું હતું કે, રાજીનામાની જાણ થતા મને બોલાવી મને પૂછ્યું હતું કે, તમારા અંતર આત્માની અવાજમાં શું-શું છે?. અને મહી વિયર 450 કરોડના પ્રોજેક્ટ માં વિલંબ અને કાર્યકર્તાઓની અવગણના સહિતના પ્રશ્નો બાબતે ચર્ચા દરમ્યાન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, પ્રભારી હર્ષ સંઘવી તરફથી સકારાત્મક જવાબ મળતા રાજીનામુ પરત ખેંચ્યું છે. આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે,ધારાસભ્ય દ્વારા નાગરિકોના હિતમાં કેટલાક વિષયો- પ્રશ્નો રજુ કર્યા હતા. અન્ય જે કાઈ અસમંજસ હતી તેનું પણ નિરાકરણ કર્યું છે.