ભાજપના કાર્યકર અને સાવલી તાલુકા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ વાઘેલા દ્વારા નામ લીધા વિના આડકતરી રીતે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી વિરુદ્ધ આક્ષેપ કરાયા છે કે, સાવલી તાલુકામાં એક ભાઈ પોતાના રોટલા શેકવા ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સમાજને એક કરવાનું આયોજન કરો અને ખોટા બણગા ન ફૂંકો . સીવણ કલાસ, પોલીસ આર્મીની ટ્રેનિંગ શરુ કરીશું, ટ્રસ્ટ બનાવીશું, ડેરીમાં નોકરીની લાલચ આપી , વાડી પણ આપી નથી. જેથી આ વચનો પાળો . સમાજે મને મત આપ્યા નથી તેવું બોલવું નહિ હવે સમાજ એકત્ર થઇ વચનોનો જવાબ માંગશે. જો કે , આ બાબતે કુલદીપસિંહ રાઉલજીનો ટેલિફોનિક સંપર્ક થઇ શક્યો નથી.