શહેરના પૂર્વ વિસ્તારમાં કલાદર્શન ચાર રસ્તા નજીક આવેલ એક એપાર્ટમેન્ટના બીજા માળે યુવાનનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળતા સોસાયટીમાં ઉતેજના છવાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગના જવાનો સ્થળ પર દોડી ગયા હતા.બીમારીથી કંટાળી આધેડે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ આરંભી છે.