વડોદરામાં સાંસદ વિરુદ્ધના બેનર લગાવવા મુદ્દે 2 કોંગી કાર્યકર્તાઓની અટકાયત બાદ આ કેસમાં વારસિયા પોલિસે ગઈકાલે રાત્રે વડોદરા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોષીના ઘરે જઈ નોટિસ પાઠવી નિવેદન માટે 2 દિવસની મુદ્દત આપી છે. આ અંગે આ અંગે ખુલાસો આપવા ગાંધીજીના પોસ્ટર સાથે પોલીસ મથકે પહોંચેલ પ્રમુખે પ્રતિક્રિયા આપી છે કે, ખોટું કર્યું હોય તેને ડર લાગે અમે ખોટું નથી કર્યું એટલે તપાસમાં સહકાર આપવા મારુ નિવેદન નોંધાવવા આવ્યો છે. કોંગ્રેસ પક્ષ સતાપક્ષનો જાહેરમાં વિરોધ કરે છે. વડોદરાનો વિકાસ થયો નથી ભાજપના મુખ્યમંત્રી સ્વીકારે છે. હાલ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. પ્રજાનો મૂડ અલગ જણાતા ભાજપ ઘબરાયું છે. અને મારુ નામ આ કેસમાં સંડોવવાનો પ્રયાસ કરી રહ્યું છે