આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે ભરૂચ બેઠક ઉપરથી લોકસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે કે, દેશમાં વિપક્ષી પાર્ટીઓને ખતમ કરવા માટે ભાજપ સરકાર ED, CBI જેવી સંસ્થાઓનો ઉપયોગ કરી રહી છે જે આપણાં દેશના લોકતંત્ર માટે ખૂબ ઘાતક સાબિત થશે. આમ આદમી પાર્ટી મજબૂતાઈ થી લડશે લોકસભા ચૂંટણી અને જીત મેળવશે.