શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર જન્મમહેલ પાસે આવેલ છે, છેલ્લા 53 વર્ષથી ભક્તિ, ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરા સાથે પંગુની ઉતરીરામ ઉત્સવની વાર્ષિક ઉજવણી કરે છે. આ વર્ષે પણ 24મી સાંજે અને 25મી માર્ચના રોજ તેનો 54મો પંગુની ઉતરીરામ ઉત્સવ ઉજવી રહ્યું છે. 25મી માર્ચના રોજ ભગવાન મુરુગા (કાર્તિકેય)ને વિશેષ પ્રાર્થના સાથે સુરસાગર તળાવથી શણગારેલી કાવડીઓ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થશે. તહેવારની ઉજવણી દરમિયાન મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે