શહેરમાં ગતરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી . ત્યારે છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરતા "મરાઠા પુત્ર" શ્રી સાંઇ પરિવાર ટ્રસ્ટ દ્વારા ગતરોજ કાલુપુરથી શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે કાલુપુરથી નીકળીને અને યેવલેનો ખાંચો, નવબજાર મેઇન રોડ, ચાંપાનેર દરવાજા, એમ.જી. રોડ, ન્યાય મંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ થઇ પરત યેવેલના ખાંચામાં સમાપન થશે. ડિ.જે., બેન્ડવાજા, ઢોલ-નગારા સાથે નીકળી હતી આ શોભાયાત્રામાં બાળકો તેમજ મહિલા-પુરૂષો વિવિધ વેશભૂષામાં જોડાયા હતા જે શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.