24 માર્ચના રોજ પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પીનલબેન ઘરે આવ્યા બાદ તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલમાં ચાર દિવસની સારવાર બાદ ડોક્ટરોએ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. દર્દીના પરિવારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ સાથે વિસ્તૃતમાં માહિતી મેળવી અને પરિવારના સભ્યોએ અંગદાન માટેની સંમતિ આપી હતી. કિકાણી પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને કિડની, લીવર, ચક્ષુઓ ના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી નવજીવન મળ્યું હતું