ડીસા તાલુકાના જુનાડીસાના ઢાળવાસ પાસે રહેતા નલિનભાઈ માળી ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 12 વર્ષીય દીકરો નૈતિક માળી રમવા માટે ગયો હતો. તે સમયે બાજુના ખેતરની ફરતે ફેનસિંગ તારમાં વીજકરંટ ચાલુ કરેલ હતો. રમતાં રમતાં નૈતિકનો જમણો હાથ તારને અડી જતાં તેને વીજકરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ નૈતિક ઝટકા સાથે જમીન પર પટકાયો હતો. ગંભીર હાલતમાં નૈતિકને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.