અંકલેશ્વર નગરપાલિકાને નાણાકીય વર્ષના અંતે પર 2.36 કરોડની વેરાની વસુલાત બાકી રહી છે. વર્ષ 2023-24 માટે 9.36 કરોડના લક્ષ્યાંક સામે એક વર્ષમાં 7 કરોડની વસુલાત આવી છે. થોડા મહિનાઓ પહેલાં 5,300 જેટલા બાકીદારોને આખરી નોટિસ આપીને મિલકતો સીલ કરવા તેમજ નળ જોડાણો કાપવાની કામગીરી કરવામાં આવી હોવા છતાં 2.36 કરોડની વસુલાત બાકી રહી છે. 30 ટકા બાકીદારોએ હજી તેમનો વેરો ભર્યો નથી. ચાલુ વર્ષે પ્રોત્સાહક યોજના આવી નથી ગત વર્ષે પ્રોત્સાહક વળતર યોજના -0.2 અંતર્ગત દંડ માફી ની જાહેરાતના કારણે લોકોએ સ્વેચ્છાએ વેરો ભરતાં વિક્રમી આવક થઇ હતી.