ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જૂનાગઢમાં સપાટો બોલાવી 12,000ની લંચની રકમ સાથે વર્ગ 1ના અધિકારીની ધરપકડ કરી હતી.જૂનાગઢની GST ઓફિસમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત વર્ગ 1ના અધિકારી વલ્લભભાઈ પટેલિયાએ ફરિયાદીને લેટર ઑફ અન્ડરટેકિંગ પ્રમાણપત્ર આપવા 12,000ની લાંચની માગણી કરી હતી.આ મામલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન એસીબીએ છટકું ગોઠવ્યુંવી અધિકારીને લાંચની રકમ લેતા રંગેહાથે ઝડપી પડ્યો હતો