સૌરાષ્ટ્રના સુરેન્દ્ર નગર જિલ્લામાં આવેલ ચોટીલામા માં ચામુંડાનું ભવ્ય અને દિવ્ય મંદિર છે,માં ચામુંડા ડુંગારધામમાં બિરાજે છે.માતાજીના દર્શન માટે રોજ હજારો ભક્તો આવે છે,ત્યારે દરવર્ષની જેમ આવા વર્ષે 14 એપ્રિલથી ચોટીલા માં ચામુંડના ધામ ખાતે ચોટીલા ડુંગર પરિક્રમા શરુ થઇ રહી છે,જેમાં લાખો ભક્તો ઉમટશે,લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે ચોટીલા ડુંગરની પવિત્ર પરિક્રમામાં જોડાવવા ભક્તોને આહવાન કર્યું છે.