રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત ગુજરાત પ્રવાસે છે. વડોદરામાં હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠીનું આયોજન કરાયુ હતું. જેમાં મોહન ભાગવતે વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી હતી. તેઓએ પ્રબુદ્ધ નાગરિકોને આવાહન કરતા કહ્યું હતું કે 'સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધનથી સંસ્કાર સિંચન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક કર્તવ્ય બોધના આધાર પર સામાજમાં રહેલી સજ્જનો શક્તિ સંગઠિત થઇ કાર્યમાં ગતિશીલ બની સમાજ પરિવર્તનના કામે લાગે. સમાજમાં રહેલા જાતિ-પાતિના ભેદ દૂર કરવા આચરણ દ્વારા વિશેષ પ્રયાસો થાય