ઇન્કમટેક્સ દ્વારા છેલ્લા બે વર્ષથી કરજણ તાલુકાના હાદોડ ગામમાં ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ખેત મજૂર પર 75 લાખના આર્થિક વ્યવહારોની નોટિસ ફટકારાતાં ખળભળાટ મચી ગયો છે, ગત વર્ષે ફટકારેલી નોટિસનો ખેત મજૂરે વકીલ દ્વારા જવાબ રજૂ કર્યો હતો. છતાં પણ ચાલુ વર્ષે પણ ઇન્કમટેક્સ દ્વારા આ જ રીતે ખેત મજૂરને નોટિસ ફટકારવામાં આવી છે. શ્રમીકે બેંક ખાતાના સ્ટેટમેન્ટ કઢાવતાં એમાં કોઇ પણ જાતના મોટા આર્થિક વ્યવહારો ન હતા.