સયાજી હોસ્પિટલમાં તાજેતરમાં જીએસએફસી દ્વારા ઇલેક્ટ્રિક કાર આપવામાં આવી છે. ગોલ્ફ કાર જેવી આ બેટરી ઓપરેટેડ કારની વિશિષ્ટતા એ છે કે, હોસ્પિટલ સત્તાધીશોની સૂચના મુજબ તેને સ્ટ્રેચર અને વ્હીલ ચેર ચડાવી શકાય તેવી ડિઝાઇન કરવામાં આવી છે. એક જગ્યાએથી દર્દીને બીજી જગ્યાએ લઈ જવા માટે સ્ટ્રેચરને બદલે ઇલેક્ટ્રિક કારમાં લઈ જવાશે. કુલ 5 વાહનો ફાળવવામાં આવ્યાં છે. જોકે હોસ્પિટલમાં ચાર્જિંગ સ્ટેશન નહીં બને ત્યાં સુધી આ વાહનોનો ઉપયોગ નહીં કરી શકાય.