વડોદરા ભાજપમાં સંગઠન અને સિનિયર આગેવાનો વચ્ચેનું શિત યુદ્ધ સામે આવ્યું છે. આ અંગે સિનિયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું છે કે, સાંસદ રંજનબેન ભટ્ટને વિચારવાની તક આપવી જોઇએ. તાત્કાલિક જે એક્શન લેવામાં આવ્યા તે બરાબર નથી.ઉમેદવાર હેમાંગ જોશીને લઇને કોઇ નારાજગી નથી. એકદમ કોરી સ્લેટ છે, સ્વચ્છ યુવાન છે, અને સિનિયરોની અવગણના થઇ છે તેવું પણ ન કહી શકાય. જે શ્રેષ્ઠ હતું તેને પાર્ટીએ સિલેક્ટ કર્યું છે. પાર્ટીમાં આજના સમયની બેનર પોલીટીક્સ ક્યારે જોઇ નથી. સંગઠન સાથે ચર્ચાનો અભાવ છે. અમારૂ માન-સન્માન પાર્ટીનું માન-સન્માન છે.