વરણામાં પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, એક કાર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભરૂચ થી વડોદરા તરફ પસાર થવાની છે. જેના આધારે પોલીસે ઈટોલા ચોકડી પાસે વોચ ગોઠવી બાતમી મુજબની કારને ઝડપી પાડી બિયરના રૂપિયા 52000 ઉપરાંતની કિંમતના 526 નંગ ટીન અને મોબાઈલ તથા કાર મળી કુલ 4.52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે કારચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.