અંદાજે 2 વર્ષનો બાળક ટ્રિપલ સવારી બાઈક ચલાવતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં બે યુવતીઓ સાથે ટ્રિપલ સવારી બાઈક ઉપર પસાર થતા યુવકે માત્ર બે વર્ષના બાળકને બાઈકનું સ્ટિયરિંગ હાથમાં થમાવી દીધું હોવાનું જણાય છે. ઘણી વખત પોતાના બાળક હોંશિયાર અને સ્ફૂર્તિલા હોવાનું સાબિત કરવા પાછળ પણ લોકો આ પ્રકારના જોખમ ખેડતા ખચકાતા નથી. આવા અખતરા કરી લોકો પોતાની સાથે બીજાના જીવ પણ જોખમમાં મૂકે છે. આ વાયરલ વિડીયો વડોદરાના કારેલીબાગ વિસ્તારનો છે. જો કે , તપાસ બાદ બાઈક ચાલક અંગે વધુ વિગતો જાણવા મળે તેમ છે .