કચ્છના ભુજમાં ભુજોડી ઓવરબ્રીજ પાસે પાલિકા હસ્તકની નર્મદાની 3 ફૂટ ગોળાઈની પાઇપ લાઈન તૂટ્યા બાદ છેલ્લા 4 દિવસથી પાણીની તંગી સર્જાઈ હતી,પાણી માટે ટેન્કરથી પાણી પોહોચાડવામાં આવી રહ્યું હતું અને પોલીસ રક્ષણની પણ ફરજ પડી હતી.પાણીની વિપદા વચ્ચે વોર્ડનં 7ના BJP નગરસેવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું,જોકે કલેકટરની દરમ્યાનગીરીથી પાણી વિતરણ સુધર્યું હતું.