લોકસભાની ચૂંટણીના પ્રકેહર દરમિયાન ભાજપને અનેક ઠેકાણે પુરષોતમ રૂપાલાના વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે,ગતસાંજે જામનગરમાં નિલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભા યોજવામાં આવી હતી, જેમાં ક્ષત્રિયાણીઓએ પહોંચી હંગામો મચાવ્યો હતો.રૂપાલા હાય હાય અને રૂપાલાની ટિકિટ રદ કરોના સૂત્રોચાર શરૂ કરી સભા ગજવી મુકતા સ્ટેજ પર બેઠેલાં ભાજપના પૂર્વ મંત્રી,પૂર્વ મેયર સહિતના હોદ્દેદારો અસમંજસમાં મુકાયા હતા, કેટલીક ખુરશીઓ પણ ક્ષત્રિયાણીઓ દ્વારા ઉપાડીને ફેકવામાં આવી હતી, જેથી વાતાવરણ તંગ બની ગયું હતું.