રાજ્યસભાના સાંસદ અને ગીરના સંરક્ષણ માટે હંમેશા તત્પર રહેતા પરિમલ નથવાણી ગુજરાતના ઇતિહાસથી રૂબરૂ થાય તે માટે સોશિયલ મીડિયાના માધ્ય્મથી પ્રયાસરત રહેતા હોય છે આ વેળાએ પરિમલ નથવાણી જૂનાગઢમાં આવેલ ઉપરકોટ કિલ્લાનો વિડીયો શેર કર્યો છે.અને લખ્યું,ઉપરકોટ કિલ્લો સાહસ અને ઇતિહાસની ગાથાનું પ્રતીક છે. જ્યાં હજારો વર્ષો જૂની બૌદ્ધ ગુફાઓ, પ્રાચીનકાળના યુદ્ધના અવશેષો આજે પણ જોવા મળે છે. જૂનાગઢના ઇતિહાસમાં ડોકિયું કરવાનો અનેરો અવસર અહીં મળે છે.