સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં ઉનાળાની 42 ડીગ્રી તાપમાન વચ્ચે 254 પાણીના પોઇન્ટ કાર્યરત કરાયા છે.જ્યાં ગીરના સાવજો કાળઝાળ ગરમી વચ્ચે તરસ છીપાવી રહ્યા છે.સિંહો માટે પીવાના પાણી માટે અલગ અલગ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.અમરેલી જિલ્લામાં 254 પાણીના અલગ અલગ પોઇન્ટમાં કુદરતી 82 પોઇન્ટ કૃત્રિમ 172 પોઇન્ટ આવેલા છે, જેમાં સોલાર ટેન્કર, પવનચક્કી દ્વારા અલગ અલગ રીતે પાણી ભરવામાં આવે છે.